SPU Junior Clerk Bharti 2025 : ગુજરાત રાજ્યના યુવાનો માટે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU) માં સરકારી નોકરી મેળવવાનો એક ઉત્તમ અવસર આવ્યો છે. યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist) ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 18 જગ્યાઓ માટે જાહેર કરવામાં આવેલા આ ભરતીમાં પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ ₹26,000/- (ફિક્સ પે) છે. આ ભરતીમાં 35 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે.
સરદાર પટેલ યુનિવર્સિટીની આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવાના 01 ઓક્ટોબર 2025 થી ચાલુ થઈ ગયા છે, છેલ્લે 25 ઓક્ટોબર 2025 સુધી ફોર્મ ભરી શકાશે. આ ભરતી વિશેની અન્ય બાબતો જેવી કે શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વિશેની વિગતો અહીં આપેલી છે. તો આ લેખને છેલ્લે સુધી વાંચીને જ આ ભરતી માટે ફોર્મ ભરો.
SPU Junior Clerk Bharti 2025
સંસ્થા
સરદાર પટેલ યુનિવર્સિટી (Sardar Patel University – SPU)
પોસ્ટનું નામ
જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટ (Junior Clerk cum Typist)
કુલ જગ્યા
18
નોકરી સ્થાન
વલ્લભ વિદ્યાનગર, ગુજરાત
અરજી શરૂ કરવાની તારીખ
01 ઓક્ટોબર 2025
અરજી કરવાની છેલ્લી તારીખ
25 ઓક્ટોબર 2025
ફી ભરવાની છેલ્લી તારીખ
25 ઓક્ટોબર 2025
અરજી કરવાની રીત
ઓનલાઇન
પગાર ધોરણ
₹26,000/- (પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પે)
SPU Junior Clerk Bharti 2025 જગ્યાઓ
કેટેગરી
જગ્યા
બિન અનામત (General)
06
આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
01
અનુ.જાતિ (SC)
02
અનુ.જન.જાતિ (ST)
04
સા.શૈ.પ.વર્ગ (SEBC)
05
કુલ જગ્યાઓ
18
જુનિયર ક્લાર્ક ભરતી માટે શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત
ઉમેદવાર સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી ઓછામાં ઓછા 50% ગુણ અથવા તેના સમકક્ષ ગ્રેડ સાથે સ્નાતક (Graduate) ની પદવી ધરાવતો હોવો જોઈએ.
અંગ્રેજી વિષય
ઉમેદવારે SSC/HSC કક્ષાએ એક વિષય તરીકે અંગ્રેજી (English) માં પાસ કરેલ હોવું જોઈએ.
કમ્પ્યુટરના ઉપયોગની જાણકારી
ઉમેદવારને કમ્પ્યુટરનો ઉપયોગ કરવાની પાયાની જાણકારી હોવી જોઈએ. (સરકારના નિયમો મુજબ CCC/CCC+ અજમાયશી સમયગાળા દરમિયાન પાસ કરવું પડશે.)
ભાષા દક્ષતા
ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરું જ્ઞાન હોવું જોઈએ.