Manav Kalyan Yojana 2026: ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે એક વરદાન સમાન છે. આ યોજના હેઠળ સરકાર કારીગરો અને નાના ધંધાર્થીઓને તેમના વ્યવસાય અનુરૂપ મફત ટૂલકિટ (સાધન-સામગ્રી) આપે છે. આનાથી હજારો યુવાનો અને કુટુંબો સ્વરોજગાર તરફ વળ્યા છે અને પોતાની આવક વધારી રહ્યા છે.આ યોજના કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ હેઠળ ચલાવવામાં આવે છે.
Manav Kalyan Yojana 2026
માનવ કલ્યાણ યોજનાનો મુખ્ય ઉદ્દેશ
- આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સ્વરોજગાર માટે જરૂરી સાધનો વિનામૂલ્યે પૂરા પાડવા.
- ગરીબી રેખા નીચે જીવતા કારીગરોની આવક વધારવી.
- નાના પાયાના વ્યવસાયોને પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવું.
માનવ કલ્યાણ યોજના માટે પાત્રતા ધોરણ
- પાત્ર ઉમેદવારની ઉંમર 18 થી 60 વર્ષ હોવી જોઈએ
- કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ સુધી હોવી જોઈએ
- ગ્રામ્ય વિસ્તારમાં BPL કાર્ડ અથવા આવક પ્રમાણપત્ર
- અતિ પછાત વર્ગ (OBC), વિમુક્ત અને વિચરતી જાતિના લાભાર્થીઓને વિશેષ સુવિધા
હાલમાં કયા ૧૦ વ્યવસાય માટે ટૂલકિટ મળે છે?
- ભરતકામ
- બ્યુટી પાર્લર
- પાપડ બનાવટ
- વાહન સર્વિસિંગ અને રીપેરિંગ
- પ્લમ્બર
- સેન્ટિંગ કામ
- ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રીપેરિંગ
- અથાણું બનાવટ
- પંચર કિટ
માનવ કલ્યાણ યોજના ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું?
- સૌપ્રથમ વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/ ની મુલાકાત લો.
- અથવા મોબાઈલ એપ E-Kutir App (Google Play Store પરથી ડાઉનલોડ કરો)
- અરજી સમયે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા.
માનવ કલ્યાણ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર (OBC/SC/ST માટે)
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- બેંક પાસબુક
માનવ કલ્યાણ યોજના હેઠળ લાભાર્થીને શું મળે છે?
લાભાર્થીને ઇ-વાઉચર આપવામાં આવે છે. આ વાઉચરથી અધિકૃત વેન્ડર પાસેથી જરૂરી ટૂલ્સ અને સામગ્રી લઈ શકાય છે. કોઈ રોકડા રકમ આપવામાં આવતી નથી.
- સંપર્ક માહિતી માટે હેલ્પલાઈન નંબર : 99099 26280 / 99099 26180
- સ્થાનિક જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા તાલુકા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરી શકો છો.
અંતિમ વાત
માનવ કલ્યાણ યોજના એ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું સાધન છે. જો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્યને આ યોજનાનો લાભ લેવો હોય તો આજે જ e-kutir.gujarat.gov.in પર જઈને અરજી કરો.
નોંધ: યોજનાના નિયમો અને ટ્રેડમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે. તેથી હંમેશા અધિકૃત વેબસાઈટ પરથી તાજી માહિતી ચકાસી લેજો.શેર કરો અને જાણીતાઓને માહિતી આપો!
જો તમને આ યોજના વિશે વધુ માહિતી જોઈએ અથવા અરજીમાં મદદ જોઈએ તો કોમેન્ટમાં પૂછો.